Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના


જે વિધાર્થીને પ્રથમ રાઉન્ડનાં Allotment માં નામ હતું અને ફી ભરી છે અને તેમને એડમીશન કન્ફર્મ કરાવેલ નથી તેમને પુન: ફી ભરવાની રહેતી નથી.
એડમીશન ફી ભરવાની છેલ્લી તારીખ ૧૯/૦૭/૨૦૧૯ છે.
ફી ભર્યા પછી એડમીશન કન્ફર્મ કરવા માટે પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાની છેલ્લી તારીખ ૨૦/૦૭/૨૦૧૯ (શનિવાર) , સમય ૧૭:૩૦ કલાક છે.
જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાય તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને ત્રીજા રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.
અન્ય વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.
જે વિધાર્થીઓને અત્યારે એડમીશન મળે છે તેમને એડમીશન કન્ફર્મ અથવા આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેને ફી ભરવી ફરજીયાત છે. ફી નહિ ભરવામાં આવે તો આગળના રાઉન્ડમાં તમારું નામ નીકળી જશે.
વિધાર્થો કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.
જે વિધાર્થીને પ્રવેશ મળતો નથી તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ અને જો આવા વિધાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ભરશે તો તેમને ફી રિફંડ કે પરત કરવામાં આવશે નહિ અને તેમનો એડમિશનનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય ગણાશે નહિ.

Navigation

Social Media